અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં..
05/04/2011 22:22
અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં - બરકત વિરાણી ‘બેફામ’
અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.
ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.
હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી...